સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડેનિશ ઇન્ફ્લુએન્સરે અમિતાભ બચ્ચનને પાપડ વેચનાર સમજી લીધા છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બિગ બીને ‘પાપડવાળા’ કહેતી જોવા મળે છે.
વાત એમ છે કે, પ્રેડરિકે નામની એક મહિલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે અમિતાભ બચ્ચન તરફ ઈશારો કરી રહી છે અને કહી રહી છે કે, આ માણસ શ્રેષ્ઠ પાપડમ બનાવે છે. શું કોઈને ખબર છે કે આ બ્રાન્ડ ક્યાંથી ખરીદી શકાય? કારણ કે મારી પાસે હવે પાપડ ખતમ થવાના છે. મેં આ પાપડ નેપાળમાંથી ખરીદ્યા છે અને હજુ સુધી કોપનહેગનમાં ક્યાંય મળ્યા નથી. જો કોઈને ખબર હોય કે આ પાપડ ક્યાં મળી શકે છે અથવા આ મહાન પાપડ વ્યક્તિ કોણ છે, તો કૃપા કરીને મદદ કરો.
હવે લોકો આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એકે લખ્યું, તે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ પર બાસમતી ચોખા પણ ઉગાડતો હતો. બીજાએ લખ્યું, તે આપણને ઓનલાઈન કૌભાંડો અને છેતરપિંડીથી પણ બચાવે છે. ત્રીજાએ લખ્યું, તે મને પોલિયોની દવા પણ આપતો હતો અને તેના કારણે હું આજે જીવિત છું.