બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર આજે 40 વર્ષનો થયો છે. અર્જુન એવા પરિવારમાંથી આવે છે, જેમની હિન્દી સિનેમામાં એક અલગ જ ઓળખ છે, પરંતુ અર્જુનનું જીવન બહારથી જેટલું ચમકદાર દેખાય છે, અંદરથી એટલું જ તડકા-છાયડાથી ભરેલું રહ્યું છે.
વર્ષ 1996માં માતા-પિતાના છૂટાછેડાની સૌથી વધુ અસર અર્જુન પર પડી અને તે ડિપ્રેશનનો શિકાર બન્યો. વળી, જ્યારે બોની કપૂરે શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા ત્યારે તેના પિતા સાથેના સંબંધો પણ બગડવા લાગ્યા. માત્ર શ્રીદેવી જ નહીં, અર્જુનનો પોતાની બંને સાવકી બહેનો જાન્હવી કપૂર અને ખુશી કપૂર સાથે પણ કોઈ ખાસ સંબંધ નહોતો.
જોકે શ્રીદેવીનું અચાનક નિધન થયું ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. અર્જુને પોતાનાં બધાં મનદુઃખ ભૂલીને એક મોટા ભાઈની ફરજ નિભાવી. આ ઉપરાંત અર્જુનની લવ લાઈફ પણ હંમેશાં ચર્ચામાં રહી છે. તેણે સલમાન ખાનની બહેન અને ભાભી, બંનેને ડેટ કર્યાં છે.