રાજકોટમાં 28,189 ભૂલકાંનો આજથી 3 દિવસ પ્રવેશોત્સવ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર ભાર

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષે આજથી ત્રણ દિવસ એટલે કે તા.26, 27 અને 28 જૂન દરમિયાન યોજાશે.

જેમાં શાળા પ્રવેશોત્સવ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો કન્યા કેળવણી કાર્યક્રમ ઉજવાશે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 28,189 ભૂલકાંઓ બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવશે. પ્રવેશોત્સવની સાથે સાથે જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ઉપર પણ ભાર અપાશે.

રાજકોટ શહેરમાં કુલ 9672 ભૂલકાંનો પ્રવેશ થશે, જેમાં આંગણવાડીમાં 5123, બાલવાટિકામાં 2999 અને ધોરણ 1માં 1550 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ જિલ્લામાં બાલવાટિકામાં 13541 અને ધોરણ 1માં 4976 મળી કુલ 28,189 બાળકો શાળા પ્રવેશ કરશે.

અધિકારીઓ અને પદાધિકારીઓ 3 દિવસ સવારે 8થી 1:30 વાગ્યા સુધી કુલ 9 શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારશે અને સ્કૂલબેગ તથા શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરશે.

રાજકોટમાં રાજ્યકક્ષાના 10 અધિકારીઓ જેમાં IFS, IAS, IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓ બાળકોને આવકારવા માટે અલગ અલગ શાળાઓની મુલાકાત લેશે. ભૂલકાંને સ્કૂલબેગ, શૈક્ષણિક કિટ આપી સ્વાગત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *