કોટડાસાંગાણીના શાપર-વેરાવળ પવસ્તારમાં બુધવારી અનુસાંધાનમાાં ખુબ જ મોટી સાંખ્યામાાં પરપ્રાંતિય મજુરો ખરીદી માટે એકઠા થતા હોય સવારના દશેક વાગ્યાના અરસામાાં અરજદાર મુન્નાભાઇ નન્હકભાઇ મહતો રહે, હાલ પડવલાનો સગીર વયનો દીકરો ઉ.વ. ૮ વર્ષ, સગીર વયની બાળકી ઉ.વ. ૭ વર્ષ કોઇનેકાઇ જાણ કર્યા વગર ક્યાય જતા રહેલ છે તેમ પોલીસને જણાવ્યું હતું.
અરજદારો પ્રત્યે માનવીય અભીગમ દાખવી બાળકોનેશોધી કાઢવા પોલીસે ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી, ૧૫ સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી ફોટાઓ બતાવી પુછપરછ કરી હતી. દરમીયાન બન્ને બાળકોનેશાપર સરદાર ચોક નજીક શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.