રાજકોટમાં પતિના ત્રાસથી પિયરમાં 2 બાળકો સાથે રહેતી મહિલા જીવનથી હારી જતા અભયમ ટીમે કાઉન્સિલિંગ કર્યુ

રાજકોટમાં અભયમ 181 મહિલા હેલ્પલાઈન ટીમે જીવનથી હારી ગયેલી અને આત્મહત્યાના વિચારો કરતી એક પરિણીતાને કુશળ કાઉન્સેલિંગ દ્વારા નવજીવન બક્ષ્યું હતુ. રાજકોટમાં પતિના ત્રાસથી પિયરમાં 2 બાળકો સાથે રહેતી મહિલા જીવનથી હારી ગઈ હતી. જેથી વારંવાર ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહેતી હતી. જોકે, પીડિતાના માતાના ફોન કોલ બાદ અભયમ ટીમે ત્વરિત કાર્યવાહી કરી, મહિલાને સાંત્વના આપી અને તેને આત્મહત્યાના નિર્ણયમાંથી પાછી વાળી હતી.

કાઉન્સિલર અને તેની ટીમ ફોન આવતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગત તા.24 જૂન, 2025ના રોજ રાત્રે 181 મહિલા હેલ્પલાઈન પર પીડિતાના માતાનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, તેમની દીકરી આત્મહત્યાનો પ્રયાસ કરતી હોય છે અને વારંવાર ઘરેથી નીકળી જાય છે. તેથી તેને સમજાવવા માટે મદદની જરૂર છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અંતર્ગત 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર શીતલબેન સરવૈયા અને તેની ટીમ ફોન આવતાની સાથે જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

તે છેલ્લા ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં છે પીડિતા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેના લગ્નને 5 વર્ષ થયા છે અને તેને બે બાળકો છે. તેણે જણાવ્યું કે, તેના સાસુ-સસરા અને પતિ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે તે છેલ્લા 11 મહિનાથી પોતાના બે બાળકો સાથે પિયરમાં રહે છે. પીડિતાએ કહ્યું કે, તે જીવનથી સંપૂર્ણપણે હારી ગઈ છે. તેને જીવન પ્રત્યે કોઈ લગાવ રહ્યો નથી અને તે આત્મહત્યા કરીને પોતાનું જીવન સમાપ્ત કરવા માંગે છે. તેણે એ પણ જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *