અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, ઓઢવમાં ખાડામાં પડ્યા બાદ યુવક ગુમ થતા શોધખોળ શરૂ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સાંજે 7 વાગ્યા બાદ મેઘરાજાએ 20-20 અંદાજમાં બેટિંગ કરતા ત્રણ કલાકમાં જ પાણી-પાણી કરી દીધું છે. શહેરના મણિનગર, ખોખરા, વસ્ત્રાલ, ઓઢવ, ચાંદખેડા, નિકોલ સહિતના વિસ્તારોમાં સરેરાશ દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કામ ધંધેથી ઘરે પરત ફરી રહેલા લોકો રસ્તામાં જ ફસાયેલા જોવા મળી રહ્યા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ત્રણ સ્થળો પર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગર પાસે એક યુવક ખાડામાં પડ્યા બાદ ગુમ થતા ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી છે. સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ વરસાદ વરસતા અનેક લોકો ફસાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *