બુધવાર, 25 જૂન, સેન્સેક્સ 700 પોઈન્ટ વધીને 82,756 પર બંધ થયો. નિફ્ટી પણ 200 પોઈન્ટ વધીને 25,245 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરો વધ્યા. ટાઇટન, મહિન્દ્રા અને ઇન્ફોસિસ સહિત કુલ 16 શેરો 1-3.75% વધ્યા. BEL 1% ઘટ્યો.
નિફ્ટીના 50 માંથી 42 શેર વધ્યા. NSEના બધા સેક્ટર વધીને બંધ થયા. ઓટો, IT, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2%ની તેજી રહી.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.10% ઘટીને 38,750 પર અને કોરિયાનો કોસ્પી 0.082% વધીને 3,106 પર ટ્રેડ કરી રહ્યો છે.
હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.87% વધીને 24,388 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.20% વધીને 3,427 પર ટ્રેડ કરી રહ્યો છે.
24 જૂનના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 1.19% વધીને 43,089 પર બંધ થયો હતો. આ દરમિયાન, નાસ્ડેક કમ્પોઝિટ 1.43% વધીને 19,913 પર અને S&P 500 1.11% વધીને 6,092 પર બંધ થયો હતો.