રાજકોટ શહેરમાં આજે કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 8 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. નવા નોંધાયેલા કેસમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ શહેરની કુલ કોરોના કેસની સંખ્યા 195 પર પહોંચી છે. હાલ રાજકોટ શહેરમાં માત્ર 30 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે, અને તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં આજે માત્ર 1 નવો કેસ નોંધાતા હવે 2 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
આજે નોંધાયેલા નવા 4 કેસમાં શહેરના જુદા જુદા વિસ્તારોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ 4 નવા કેસ ઉમેરાતા રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 195 પર પહોંચ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે, આજે 8 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રાજકોટ શહેરમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરમાં કોરોનાના કેસ ભલે વધી રહ્યા હોય, પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણો ધરાવતા હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ રાજકોટ શહેરમાં માત્ર 30 દર્દીઓ જ હોમ આઇસોલેશનમાં છે, જે દર્શાવે છે કે ગંભીર કેસોની સંખ્યા ઘણી ઓછી છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
જિલ્લાની સ્થિતિ રાજકોટ જિલ્લામાંથી આજે માત્ર 1 નવો પોઝિટિવ કેસ નોંધાયો છે, જે ગ્રામ્ય વિસ્તારો માટે સંતોષજનક બાબત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 45 કેસ નોંધાયા છે, જેમાંથી 43 દર્દીઓએ કોરોનાને સફળતાપૂર્વક મ્હાત આપી છે. હાલ રાજકોટ જિલ્લામાં માત્ર 2 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સઘન સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે જેથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.