ધોરાજી પાસે આવેલો ભાદર-૨ ડેમ ઉપરવાસના વરસાદના પગલે ઓવરફ્લો થયો છે અને ડેમનો એક દરવાજો ૦.3 મીટર ખોલવામાં આવતાં હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ કરાઇ છે.
હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોલા, ભોલ ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢ, ગંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તેલંગણા, ઉપલેટા, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બીલડી, ચૌટા, છત્રાવા, , કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગરસ, થાપડા, માણાવદર તાલુકાના ચિલોદરા, રોઘડા, વાડાસાડા,વેકરી, પોરબંદર તાલુકાના ચિકાસા, ગરેજ, મિત્રાળા અને નવી બંદર ગામના લોકોને સાવચેત રહેવા રાજકોટ જિલ્લા ફ્લડ કંટ્રોલ તંત્ર દ્વારા તાકીદ કરાઇ હતી.