ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીનું આજે લંડનમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. દિલીપ દોશીનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને બંગાળ તરફથી રમ્યા હતા. તેઓએ ભારત માટે 1979 થી 1883 દરમિયાન 33 ટેસ્ટ મેચ અને 15 વન-ડે રમી હતી.
32 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું સપ્ટેમ્બર 1979માં ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈ ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે દિલીપ દોશીની ઉંમર 32 વર્ષની હતી. તેમણે પ્રથમ ઇનિંગમાં 103 રનમાં 6 વિકેટ લીધી હતી અને મેચમાં કુલ 167 રનમાં 8 વિકેટ લીધી હતી. દિલીપ દોશી એવા નવ ભારતીય ખેલાડીઓમાંના એક છે જેમની ડેબ્યૂ ટેસ્ટમાં પાંચ વિકેટ છે. લેફ્ટ આર્મ સ્પિનર દિલીપ દોશીએ 33 ટેસ્ટ મેચમાં 114 ટેસ્ટ વિકેટ લીધી હતી, જેમાં છ વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે. તેમણે 15 વન-ડેમાં 3.96ની ઇકોનોમી રેટથી 22 વિકેટ પણ લીધી હતી.
સૌરાષ્ટ્ર તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા દિલીપ દોશીએ ભારતમાં સૌરાષ્ટ્ર અને બંગાળ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી. તેમણે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં નોટિંગહામશાયર અને વોરવિકશાયરનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. કુલ મળીને તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ લીધી હતી.