તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ઇંગ્લેન્ડથી 96 રન આગળ છે. રવિવારે ટીમે બીજી ઇનિંગમાં બે વિકેટે 90 રન બનાવ્યા છે. ભારતીય ટીમને પહેલી ઇનિંગમાં 6 રનની લીડ મળી છે.
લીડ્સમાં વરસાદને કારણે સ્ટમ્પ્સ જાહેર કર્યા હતા. કેએલ રાહુલ 47 રન બનાવીને અને કેપ્ટન શુભમન ગિલ 6 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. સાઈ સુદર્શન 30 રન બનાવીને અને યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સે પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા સાઈ સુદર્શનને બંને ઇનિંગમાં પેવેલિયન મોકલ્યો હતો.
અગાઉ, ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 465 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. ઓલી પોપ 106, હેરી બ્રુક 99 અને બેન ડકેટ 62 રન બનાવીને આઉટ થયા હતા. જેમી સ્મિથે 40 અને ક્રિસ વોક્સે 38 રન બનાવીને આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા.