અમેરિકાએ ઈરાનના એટમી ઠેકાણાઓ ઉડાવ્યા

અમેરિકાએ ઈરાનમાં 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ ઠેકાણાઓ ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન છે. આ હુમલો રવિવારે સવારે ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે થયો હતો.

ઈરાન પર હુમલાના લગભગ 13 કલાક પછી યુએસ સંરક્ષણ મંત્રાલયે હુમલાની વિગતો આપી છે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ ડેન કેને જણાવ્યું હતું કે આ મિશનમાં 125 વિમાનો સામેલ હતા.

આ ઓપરેશનમાં 7 B-2 સ્ટીલ્થ બોમ્બરોએ ભાગ લીધો હતો, જેણે ઈરાનના ફોર્ડો અને નતાંઝ પરમાણુ ઠેકાણાઓ પર 13,608 કિલોગ્રામના બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.

ટ્રમ્પે ઈરાન પર હુમલાના 3 કલાક પછી દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો ‘obliterate’ એટલે કે સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે. બોમ્બનું આખું કન્સાઈનમેન્ટ ફોર્ડો પર છોડવામાં આવ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનને ધમકી આપી હતી અને કહ્યું હતું કે હવે તેણે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. જો તે આમ નહીં કરે તો તેના પર વધુ મોટા હુમલા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *