રેલવે સ્ટેશનો પર તેમ જ ટ્રેનમાં પેસેન્જરોને ચા-નાસ્તો, ભોજનની સુવિધા માટે રેલવે ખાણી-પીણીના ભાવ નિર્ધારિત કરી સ્ટોલધારકોને આપે છે. રેલવે અધિકારીઓની બેઠકમાં કરાયેલી સમીક્ષા બાદ 1 જુલાઈથી કેટલીક ખાણી-પીણીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. કેટલીક વસ્તુના ભાવ 12 કે 22 રૂપિયાના બદલે રાઉન્ડ ફીગર એટલે કે 15 કે 25 રૂપિયા કરાયો છે. એ રીતે રૂ.6માં મળતાં લીંબુ રસના હવે રૂ.5 લેવાશે.
રેલવેએ ખાણી-પીણીના ભાવ 2012માં જાહેર કર્યા હતા, તેની સાથે દર 6 મહિને વસ્તુના ભાવની સમીક્ષા કરી તેમાં જરૂરી વધઘટ કરી શકાય તે માટે રેલવેએ કમિટી બનાવી હતી. આ કમિટી દર 6 મહિને ભાવની સમીક્ષા કરવાના બદલે 4-6 વર્ષે સમીક્ષા કરે છે. અગાઉ 6 વર્ષ બાદ ભાવની સમીક્ષા કરાતાં નવો ભાવ ઓગસ્ટ 2021માં લાગુ કરાયો હતો.