રાજકોટમાં 13 કલાક 28 મિનિટનો દિવસ રહેશે

ખગોળીય વિજ્ઞાન પ્રમાણે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવાય છે. જેથી તા.21મી જૂનને શનિવારનો દિવસ લાંબામાં લાંબો રહેશે અને રાત્રિ ટૂંકી રહેશે.

લોકોએ માર્ચની તા.21મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. જ્યારે તા.21મી જૂનને શનિવારનો દિવસ લાંબામાં લાંબો હોવાનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવામાં જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે. આ ઘટના મુજબ જોઇએ તો, સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. જેથી તા.21મી જૂનને લાંબામાં લાંબો દિવસ એટલે કે, રાજકોટમાં દિવસ 13 કલાક 28 મિનિટ, રાત્રી 10 કલાક 32 મિનિટ રહેશે. જ્યારે 22મી જૂનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ક્રમશ: ટૂંકો અને રાત્રી લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રી જોવા મળશે.

21મી જૂનથી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઇ ચંદ્રની દિશા-ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. જેના લીધે તા.21મી જૂનને શનિવાર લાંબામાં લાંબો દિવસ અને રાત્રી ટૂંકી ત્યારબાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત્રી લાંબીનો લોકો અનુભવ રહેશે. આજ દિવસે અમદાવાદમાં દિવસ 13 કલાક અને 30 મિનિટ, થરાદમાં દિવસ 13 કલાક 31 મિનિટ, રાત્રી 11 કલાક 29 મિનિટ જ્યારે મુંબઇમાં દિવસ 13 કલાક 13 મિનિટ અને રાત્રી 10 કલાક 47 મિનિટનો સમયગાળો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *