તારીખ 21મી જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવાય છે. યોગનો પ્રચાર પ્રસાર થાય, યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પણ રાજકોટ મનપા દ્વારા પણ ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ મનપાના વર્ષ 2025-26ના બજેટમાં કરવામાં આવેલ જાહેરાત અન્વયે ‘Yoga for One Earth One Health’ અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અંતર્ગત તારીખ:17થી 20 દરમિયાન શહેરના ત્રણેય ઝોનમાં સામાજિક સંસ્થાના સહયોગથી ‘યોગ શિબિર’ શરૂ કરાઇ છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં આર્ટ ઓફ લિવિંગના સહયોગથી રેસકોર્સ સંકુલ ખાતે, ઈસ્ટ ઝોનમાં બ્રહ્માકુમારીઝના સહયોગથી વેલનાથ કોમ્યુનિટી હોલ, મોરબી રોડ ખાતે અને વેસ્ટ ઝોનમાં પતંજલિના સહયોગથી નવનિર્મિત ઇન્ડોર સ્ટેડિયમ, મવડી-પાળ રોડ ખાતે યોગ શિબિર યોજાઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘વિશ્વ યોગ દિન’ 21મી જૂન નિમિત્તે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં (1) સેન્ટ્રલ ઝોન, શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ (2) વેસ્ટ ઝોન, ટી.પી. પ્લોટ, નાનામવા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ(3) ઈસ્ટ ઝોન, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ગ્રાઉન્ડ, સંત કબીર રોડ (4) ખાસ કેટેગરીના વ્યક્તિઓ માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ કેમ્પસ, જ્યુબિલી ચોક પાસે, જવાહર રોડ અને (5) ફક્ત મહિલાઓ માટે એક્વા યોગા શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડનો સમાવેશ થાય છે.