બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરનું 12 જૂને અવસાન થયું હતું. મૃત્યુના 7 દિવસ બાદ આજે એટલે કે 19 જૂને તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. પરિવારે આ અંગે એક પ્રેસ નોટ બહાર પાડી છે. સંજય કપૂરના અંતિમ સંસ્કાર આજે સાંજે 5 વાગ્યે દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
આ પછી, તેમની પ્રાર્થના સભા 22 જૂને દિલ્હીની તાજ પેલેસ હોટેલમાં સાંજે 4થી 5 વાગ્યા સુધી યોજાશે.સંજય કપૂરની કંપની સોના કોમસ્ટારે પ્રાર્થના સભા વિશે માહિતી આપતી એક નોંધ બહાર પાડી છે. તેમાં લખ્યું છે કે- જે લોકોએ નામનું ધ્યાન કર્યું અને સખત મહેનતથી જીવન જીવ્યું, નાનક કહે છે કે તેમના ચહેરા તેજસ્વી છે અને ઘણા લોકો તેમની સાથે મોક્ષ પ્રાપ્ત કરે છે.
પ્રાર્થના સભાની નોંધના અંતે, સંજય કપૂરના માતા-પિતા, પત્ની પ્રિયા તેમજ તેમના ચાર બાળકો કિયાન, સમાયરા, સફિરા અને અઝારિયસના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂર્વ પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા કરિશ્મા કપૂર અને તેના બે બાળકો કિયાન અને સમાયરા કપૂર પણ દિલ્હી પહોંચી ગયા છે. ત્રણેયને એરપોર્ટ પર જોવામાં મળ્યા હતા. સાથે, સૈફ અને કરીના પણ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.