વિરાણી હાઈસ્કૂલની જમીન પ્રકરણમાં શરતભંગનો વધુ એક રિપોર્ટ પ્રાંત-1 અધિકારીને સોંપવામાં આવ્યો છે. પશ્ચિમ તાલુકા મામલતદારે આ રિપોર્ટ કરીને સોંપ્યો છે. વિરાણી હાઈસ્કૂલના પ્રકરણમાં નવા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ સુનાવણી હાથ ધરશે. શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલી આ જમીનનો ઉપયોગ બીજા હેતુ માટે થતો હોવાનું સામે આવ્યું છે.
પશ્ચિમ તાલુકા મામલતદાર દ્વારા વિરાણી હાઈસ્કૂલની ગ્રાઉન્ડની જમીન પર ખાણીપીણીની રેંકડીઓ રાખી વેપાર કરતાં વેપારીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સ્થળ તપાસ કરતાં શરતભંગ થયો હોવાનું સામે આવ્યું છે. આ રિપોર્ટ હવે સિટી પ્રાંત-1 અધિકારી દ્વારા કલેક્ટરને સોંપવામાં આવશે. જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં શરતભંગ થયાનું સામે આવ્યું છે.