યાત્રીઓની સુવિધા તથા સંચાલન સંબંધિત કારણોસર દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નં.19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ખંભાળિયા સ્ટેશને 10.37 વાગ્યાને બદલે 10.08 વાગ્યે, દ્વારકા સ્ટેશને 12.21 વાગ્યાને બદલે 11.26 વાગ્યે અને ઓખા સ્ટેશને 13.15 વાગ્યાને બદલે 12.40 વાગ્યે આવશે.
આ ફેરફાર 29 જૂનથી અમલમાં આવશે અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશે. આ ટ્રેનના માર્ગમાં આવતા અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય સહિત અન્ય અદ્યતન માહિતી માટે, યાત્રીઓ રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વેરાવળ-ગાંધીનગર એક્સપ્રેસ ટ્રેન હવે રાબેતા મુજબ દોડશે રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસને દર શુક્રવારે અને રવિવારે વેરાવળ સ્ટેશનથી 1 કલાક અને 15 મિનિટ મોડી ચલાવવામાં આવી રહી હતી, જેને 27 જૂન સુધી મોડી ચલાવવાની હતી. આ બ્લોક હવે હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે હવે આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સવારે 7.30 વાગ્યે ઉપડશે.