PGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઇ છે. ભુણાવા સબડિવિઝનના નાયબ ઈજનેર એસ. જે. મકવાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં કાપ મૂકીને સ્ટાફ દ્વારા સમારકામ કરાઇ રહ્યું છે.
આજે, ભુણાવા સબ-ડિવિઝન હેઠળ આવતા ULD 11 KV ફીડરમાં ગુંદાળા ચોકડી નજીકની સોસાયટીઓ ઉર્જા રેસિડેન્સી, જીવરાજ પાર્ક, ત્રણ સ્કૂલો સહિતની સોસાયટીઓ, RDC, MEP 11 KV ફીડરમાં યાર્ડ પાછળ આવેલ 16 અલગ-અલગ સોસાયટીમાં સવારથી બપોર સુધી વીજકાપ રખાયો હતો.
આ કામગીરીમાં 30 કર્મીઓ જોડાયા હતા ભુણાવા ઇન્ડસ્ટ્રીયલ સબ-ડિવિઝન દ્વારા એક ફોલ્ટ સેન્ટર નંબર જાહેર કરાયો છે, જેના પર વીજ પુરવઠા સંબંધિત ફોલ્ટની જાણકારી, ફરિયાદ કરી શકાય છે. ટેલિફોનિક ફોન નંબર : 02825 220050, મો. નં. 92277 35559 પર સંપર્ક કરી શકાશે. આ ફોલ્ટ સેન્ટર આજે સવારે 9:00 કલાકથી કાર્યરત થશે.