દિવસે લાઈટ ચાલુ ન રાખવી, એસી 26-27 ડિગ્રીથી નીચે ન રાખવુ

દર વર્ષે વધતા વીજબિલના આંકડા અને પર્યાવરણની ચિંતાઓ વચ્ચે હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પણ ઊર્જા બચતની દિશામાં ગંભીર બની રહી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરકસરના પગલાં લેવા આગળ વધી છે. હાલમાં જ તમામ ભવનોના વડાઓ અને હોસ્ટેલને પરિપત્ર મોકલીને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે, દિવસે જે રૂમમાં પ્રાકૃતિક પ્રકાશ હોય ત્યાં લાઈટ બંધ રાખવી અને ACનું તાપમાન 26-27 ડિગ્રી સેલ્સિયસથી નીચે ન રાખવું.

વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને યુનિવર્સિટીના કેમ્પસમાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. આવી પરિસ્થિતિમાં વીજળીનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. પરિણામે, યુનિવર્સિટી દ્વારા વીજબચત માટે નવી કરકસરની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ભવિષ્યમાં વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા માટે કેમ્પસના તમામ ભવન અને હોસ્ટેલોના વડાઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

યુનિવર્સિટીએ પરિપત્રમાં જણાવાયું છે કે, યુનિવર્સિટીમાં વીજળીનો બિનજરૂરી વપરાશ ન થાય અને વીજળીની પ્રવર્તમાન સ્થિતિ અનુસાર ‘વીજબચત એ જ વીજ ઉત્પાદન’ની થીમને સાર્થક કરવા માટે સામેલ પત્ર મુજબની ક્રમ નં.1થી 8 સૂચનાઓની તાત્કાલિક ધોરણે અમલવારી કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *