રાજકોટ જિલ્લાના 2.26 લાખ મતદાર શનિવારે સરપંચ-સભ્યોનું ભાવિ નક્કી કરશે

શનિવારે રાજકોટ જિલ્લાના સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી યોજાશે. ચૂંટણી પૂર્વે જ 20 ગ્રામપંચાયત બિનહરીફ થઈ ગઈ છે. શનિવારે યોજાનારી ચૂંટણીમાં 2.26 લાખ મતદાર સરપંચ અને સભ્યોનું ભાવિ નક્કી કરશે. હાલ વહીવટી તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 191 ફોર્મ ભરાયા હતા.જેમાં 2 અમાન્ય રહ્યા હતા અને કુલ 189 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે સભ્ય પદ માટે 908 ફોર્મ ભરાયા હતા જેમાંથી 5 અમાન્ય રહેતા કુલ 903 ફોર્મ રહ્યા હતા. આ સિવાય સરપંચ પદ માટે 62 ફોર્મ અને સભ્ય પદ માટે 44 ફોર્મ પરત ખેંચાયા હતા. આમ, 271 સભ્ય બિનહરીફ બન્યા 38 ગ્રામપંચાયત બિનહરીફ થઈ હતી.હવે કુલ 107 સરપંચ પદ માટે અને 588 સભ્ય પદ માટે ચૂંટણી યોજાશે. જે માટે કુલ 2.26 લાખ ઉમેદવાર મતદાન કરી પોતાનું ભાવિ નક્કી કરશે.

ચૂંટણી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. તેમજ નિરીક્ષકો દ્વારા સતત મોનિટરિંગ કરાશે. સરપંચ અને સભ્ય પદની ચૂંટણીને લઇને ઉચ્ચ કક્ષાએથી પણ ટીમ આવી હતી અને તેને બે દિવસ સુધી રહી સતત મોનિટરિંગ કર્યું હતું અને અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને ચિતાર મેળવ્યો હતો. હવે ચૂંટણીને આડે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *