તાજેતરમાં જ અમદાવાદમાં એર ઈન્ડિયાની અમદાવાદ લંડન ફ્લાઈટ અકસ્માત સર્જાતાં આખા દેશને હચમચાવી દીધો છે. ત્યારે મુસાફરો સહિત અનેક લોકોમાં એર ઇન્ડિયા સામે રોષ જોવા મળ્યો હતો. આજે દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવનાર મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો કારણ કે તેઓના નિર્ધારિત સમય કરતા બે કલાક લેટ થતા દિલ્હીમાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. આજ ફ્લાઇટ ગત રોજ દિલ્હીથી ટેકઓફ થયા બાદ કોઇ કારણોસર પરત દિલ્હી લેન્ડ કરાઇ હતી જેથી મુસાફરો મોડી રાત સુધી હેરાન પરેશાન થયા હતા.
દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 819 સમયસર ન હોવાથી મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. મુસાફરોને બિડિંગ પૂર્વે જહાજમાં ટેમ્પરેચર અને પાયલોટ ન હોવાનું કહી ફ્લાઇટ વારંવાર રિશિડ્યુલ કરવામાં આવી થઈ હતી. ત્યારે મુસાફરો એકત્રિત થઈ દિલ્હી એરપોર્ટ પર હોવાનો મચાવ્યો હતો. ત્યારે અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટના બાદ પણ એરલાઈન્સ પોતાની જવાબદારીમાંથી છટકી મુસાફરોની વાત ન સાંભળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.