સાઉથ આફ્રિકા પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ટીમે શનિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. સાઉથ આફ્રિકાની ટીમ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. એટલું જ નહીં, ટીમે 27 વર્ષ પછી ICC ટુર્નામેન્ટ જીતી છે. ટીમે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે મેચના ચોથા દિવસે લંચ પહેલા દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 282 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. એડન માર્કરમે 136 રન બનાવ્યા હતા, જ્યારે ટેમ્બા બાવુમાએ 66 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 218 રન બનાવીને આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 212 અને આફ્રિકાએ 138 રન બનાવ્યા હતા. અહીં કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી હતી.

84મી ઓવરના ચોથા બોલ પર, કાયલ વેરિયને એક રન લીધો અને દક્ષિણ આફ્રિકાને 5 વિકેટથી જીત અપાવી. ટીમ પહેલીવાર કોઈપણ ક્રિકેટ ફોર્મેટમાં વિશ્વ ચેમ્પિયન બની છે. દક્ષિણ આફ્રિકાએ 27 વર્ષ પછી ICC ટાઇટલ જીત્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *