રાશિફળ : ૧૬/૦૬/૨૦૨૫

મેષ

Ace Of Cups

પરિવારમાં ખુશીની લહેર દોડી શકે છે. નવા સંબંધ, લગ્ન કે સંતાન સુખનો સંકેત છે. ઘરમાં ભાવનાત્મક જોડાણ અને પ્રેમભર્યું વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ અને બાળકો તરફથી આનંદ મળશે. કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. કોઈ જૂના સંબંધી સાથે મુલાકાત કે ભાવનાત્મક ક્ષણો શક્ય છે. ઘરમાં પ્રેમ અને પોતાના પણુ અનુભવાશે. સંબંધોમાં નવીનતા અને તાજગી મહેસૂસ થશે.

કરિયરઃ અટકેલી યોજના ફરી શરૂ થઈ શકે છે. સહકર્મીઓનો સહયોગ અને સમર્થન મળશે. સર્જનાત્મક ક્ષેત્રે કામ કરતા લોકોને વિશેષ સફળતા મળશે. નોકરી માટે પ્રયાસ કરતા લોકોને સકારાત્મક સંકેત મળશે. કાર્યસ્થળે તમારી સકારાત્મકતા અને નમ્રતાની પ્રશંસા થશે.

લવઃ પ્રેમમાં નવી શરૂઆત કે ભાવનાત્મક ઊંડાણ વધવાના સંકેત છે. એકલા લોકોને નવો સાથી મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે પ્રેમની શરૂઆત થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ભાવનાત્મક સમજણ વધશે. સાથી સાથે ખરા દિલથી વાત કરવાનો અવસર મળશે. આજનો દિવસ રોમેન્ટિક લાગણીઓથી ભરેલો રહેશે.

સ્વાસ્થ્યઃ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ભાવનાત્મક રીતે હળવાશ અને ખુશી અનુભવાશે. બ્લડ પ્રેશર કે હૃદય સંબંધિત નાની સમસ્યામાં સુધારો શક્ય છે. ધ્યાન અને સકારાત્મક વિચારોથી ઊર્જા જળવાઈ રહેશે. સ્વાસ્થ્યમાં તાજગી અને નવીનતા દેખાશે.

લકી કલર: વાદળી

લકી નંબર: 3


વૃષભ

Three of wands

ઘરમાં ભવિષ્યની યોજનાઓ અને વિસ્તરણ સંબંધિત વિચારો ચાલી શકે છે. પરિવારમાં મુસાફરી, સ્થળાંતર કે નવા કામની રૂપરેખા બની શકે છે. બાળકોના અભ્યાસ કે કરિયરને લઈ વિદેશ કે દૂરના સ્થળની ચર્ચા શક્ય છે. સંબંધીઓ સાથે દૂરનો સંપર્ક વધશે. વડીલોનું માર્ગદર્શન મળશે, પરંતુ કેટલાક નિર્ણયોમાં સંકોચ રહેશે. ઘરનું વાતાવરણ આશાઓથી ભરેલું રહેશે. સામૂહિક નિર્ણયની સ્થિતિ બનશે. કોઈ અટકેલું કામ હવે આગળ વધી શકે છે.

કરિયરઃ કામમાં વિસ્તરણ, ભાગીદારી કે વિદેશ સંબંધિત શક્યતાઓ બની શકે છે. નવા પ્રોજેક્ટનું આયોજન શરૂ થશે. નિકાસ-આયાત કે ઑનલાઇન વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે. ઇન્ટરવ્યૂ કે નવી નોકરી માટે તૈયારીનો સારો સમય છે. કરિયરમાં દૂર-દૃષ્ટિથી નિર્ણય લેશો. અવસરો તમારા દરવાજે છે, ફક્ત પગલું ભરવાનું છે.

લવઃ પ્રેમ સંબંધોમાં નવી દિશાની શરૂઆત થઈ શકે છે. સાથી સાથે સંબંધને આગળ વધારવાની ચર્ચા શક્ય છે. એકલા લોકો દૂરના સ્થળની વ્યક્તિ સાથે જોડાઈ શકે છે. પરિણીત લોકો સાથે મળીને કોઈ લાંબી યોજના બનાવી શકે છે. સંબંધોમાં સ્થિરતા અને ભાગીદારીની ભાવના મજબૂત રહેશે. સંવાદથી પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ મુસાફરીમાં થાક કે પીઠનો દુખાવો થઈ શકે છે. ખાણીપીણીમાં સુધારો અને સમયસર આરામ લાભ આપશે. માનસિક રીતે આશાવાદી રહેશો. નિયમિત યોગ, ચાલવું અને સ્વસ્થ દિનચર્યા અપનાવવાની પ્રેરણા મળશે. જૂની સમસ્યામાં ધીમે ધીમે સુધારો થશે.

લકી કલર: કેસરી

લકી નંબર: 2


મિથુન

The Emperor

પરિવારમાં શિસ્ત અને નિયમોનું પાલન પ્રાથમિકતામાં રહેશે. તમારા નિર્ણયને પરિવારમાં મહત્ત્વ આપવામાં આવશે. પિતા કે ઘરના વરિષ્ઠ પુરુષ સભ્યનું માર્ગદર્શન મળી શકે છે. બાળકો પર નિયંત્રણ અને યોગ્ય દિશા આપવાની જવાબદારી વધશે. સંપત્તિ કે જમીન સંબંધિત નિર્ણયો સામે આવી શકે છે. ઘરનું વાતાવરણ સ્થિર રહેશે પરંતુ ભાવનાત્મક મોકળાશ થોડી ઓછી રહી શકે છે. જવાબદારીઓને ગંભીરતાથી નિભાવશો.

કરિયરઃ તમારી નેતૃત્ત્વ ક્ષમતા ઉભરીને સામે આવશે. ઉચ્ચ પદ કે જવાબદારી મળવાના સંકેત છે. બૉસ કે સિનિયરોની પ્રશંસા મળી શકે છે. વહીવટ, વ્યવસ્થાપન કે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. જે લોકો સ્થિર નોકરીની શોધમાં છે, તેમને મજબૂત અવસર મળી શકે છે.

લવઃ પ્રેમમાં સ્થિરતા અને સંરચનાની ભાવના રહેશે. તમે સંબંધોમાં નિયંત્રણ અને સ્પષ્ટતા ઇચ્છો છો. સાથીની અપેક્ષાઓને લઈ વ્યવહારિક દૃષ્ટિકોણ રાખશો. એકલા લોકોને કોઈ સમજદાર અને પરિપક્વ વ્યક્તિ સાથે જોડાણ થઈ શકે છે. પરિણીત લોકો સંબંધોમાં જવાબદારીઓનો બોજ અનુભવાશે પરંતુ સંબંધોનો પાયો મજબૂત રહેશે.

સ્વાસ્થ્યઃ સાંધા કે હાડકાંની સમસ્યા પરેશાન કરી શકે છે. વધુ બેસીને કામ કરતા લોકોને કમર અને પીઠની તકલીફ થઈ શકે છે. શિસ્તબદ્ધ દિનચર્યા અને વ્યાયામ જરૂરી છે. ભાવનાત્મક રીતે થોડું કઠોર અને ગંભીર અનુભવશો. ધ્યાન અને વ્યાયામથી સંતુલન જળવાઈ રહેશે.

લકી કલર: લાલ

લકી નંબર: 8


કર્ક

Night of Cups

ઘરમાં ભાવનાત્મક જોડાણ અને પરસ્પર સમજણનું વાતાવરણ રહેશે. કોઈ સભ્યના પ્રયાસ કે સફળતાથી ઘરમાં ખુશી આવશે. વડીલો પ્રત્યે સન્માન અને બાળકો સાથે પોતાનાપણું અનુભવાશે. કોઈ ભાવનાત્મક સંદેશ કે સમાચાર મળી શકે છે. સંબંધોમાં નરમાઈ અને પ્રેમનું આદાન-પ્રદાન થશે. ઘરના કોઈ સભ્યની મુસાફરીનો સંકેત છે. પરિવારમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે.

કરિયરઃ કોઈ નવો પ્રસ્તાવ કે ઑફર સામે આવી શકે છે. ઇન્ટરવ્યૂ, પ્રેઝન્ટેશન કે મીટિંગમાં પ્રભાવશાળી પ્રદર્શન શક્ય છે. કલા, ડિઝાઇન, કન્સલ્ટિંગ કે કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રોમાં વિશેષ અવસર મળી શકે છે. કાર્યસ્થળે તમારી નમ્રતા અને શાંતિની પ્રશંસા થશે. સહકર્મીઓ સાથે સારા સંબંધો બનશે.

લવઃ પ્રેમમાં રોમેન્ટિક અને ભાવુક ક્ષણોની શક્યતા છે. કોઈ પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે કે તમે જાતે તમારા દિલની વાત કહી શકો છો. પરિણીત સંબંધોમાં સમજદારી અને લાગણીનું સંતુલન રહેશે. એકલા લોકોને નમ્ર સ્વભાવની વ્યક્તિ સાથે જોડાણ થઈ શકે છે. સંબંધોમાં નરમાઈ અને ઊંડાણ જળવાઈ રહેશે.

સ્વાસ્થ્યઃ ઊંઘની ઊણપની સ્થિતિ બની શકે છે. પાણી સંબંધિત સમસ્યા જેવી કે પાચન કે સ્કિન એલર્જી શક્ય છે. માનસિક સંતુલન જાળવવા માટે સર્જનાત્મક કાર્યો કરો. હળવું ભોજન અને સમયસર આરામ લાભકારી રહેશે.

લકી કલર: વાદળી

લકી નંબર: 5


સિંહ

Ten of Pentacles

પરિવારમાં સમૃદ્ધિ અને સ્થિરતાનો અનુભવ થશે. વડીલોના આશીર્વાદ અને બાળકોની ખુશીઓ સાથે મળશે. કોઈ પારિવારિક ઉત્સવ, સંપત્તિના કામ કે પરંપરા સંબંધિત આયોજનનો યોગ છે. પરિવારમાં આર્થિક સ્થિરતાથી સંતોષની ભાવના રહેશે. પેઢીઓ વચ્ચે તાલમેલ અને પરસ્પર સન્માન જોવા મળશે. કોઈ વસિયત, સંપત્તિનો વિવાદ કે સંયુક્ત નિર્ણય હલ થઈ શકે છે. ઘરમાં એકતા અને પૂર્ણતાનું સુંદર વાતાવરણ રહેશે.

કરિયરઃ સ્થિરતા અને સુરક્ષાના નવા અવસરો મળી શકે છે. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ થશે. નોકરીમાં સ્થાયી પદ કે પ્રમોશન મળી શકે છે. નાણાકીય ક્ષેત્ર, સ્થાવર મિલકત કે પરંપરાગત કામ સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ છે. સિનિયરોના અનુભવથી શીખ મળશે.

લવઃ પ્રેમમાં સ્થિરતા અને પરિવારની સ્વીકૃતિનો સંકેત છે. સાથી સાથે પરિવારને મળવું કે સંબંધને આગળ વધારવાની ચર્ચા શક્ય છે. પરિણીત લોકો પોતાના સંબંધોમાં સુરક્ષા અને સામંજસ્ય અનુભવશે. એકલા લોકોને એવો સાથી મળી શકે છે, જે પારિવારિક મૂલ્યોને મહત્ત્વ આપે. સંબંધોમાં ભાવનાત્મક અને સામાજિક સ્વીકાર્યતા વધશે.

સ્વાસ્થ્યઃ જો તમે પરંપરાગત દિનચર્યા અને ખાણીપીણીનું પાલન કરો છો તો સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારનો સહયોગ માનસિક સંતુલન જાળવવામાં મદદ કરશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારાના સંકેત છે. આજે યોગ અને સંતુલિત આહારથી શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે.

લકી કલર: પીળો

લકી નંબર: 3


કન્યા

Ten of Swords

પરિવારમાં કોઈ તણાવપૂર્ણ સ્થિતિ સામે આવી શકે છે. કોઈ સભ્યની વાતોથી ભાવનાત્મક ચોટ લાગી શકે છે. જૂની વાતો ઉભરી શકે છે, જેનાથી મન ખિન્ન રહેશે. વડીલોના સ્વાસ્થ્ય કે બાળકોની ભાવનાત્મક સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે. ઘરનું વાતાવરણ થોડી વાર માટે ભારે થઈ શકે છે. વિશ્વાસઘાત કે કોઈ સભ્યથી અંતરની સ્થિતિ પણ બની શકે છે. સંયમ અને શાંતિથી સ્થિતિને સંભાળવી પડશે.

કરિયરઃ કોઈ જૂના પ્રોજેક્ટનો અંત કે અસફળતાનો સામનો કરવો પડી શકે છે. દગો કે ખોટા નિર્ણયની અસર દેખાઈ શકે છે. કાર્યસ્થળે સ્પર્ધા અને ટીકાથી મન વિચલિત થઈ શકે છે. ટ્રાન્સફર, રાજીનામું કે નોકરી છોડવાનો વિચાર આવી શકે છે પરંતુ આ સ્થિતિ પછી ફરી ઊભા થવાનો અવસર મળશે.

લવઃ પ્રેમ સંબંધોમાં નિરાશા, અંતર કે કોઈ કડવી સચ્ચાઈનો સામનો થઈ શકે છે. કોઈ પરનો ભરોસો તૂટવાની શક્યતા છે. ભાવનાત્મક ચોટ કે સંવાદની ઊણપથી સંબંધ તૂટવાની સ્થિતિ બની શકે છે. પરિણીત લોકોએ એકબીજાની લાગણીઓને સમજવું પડશે. એકલા લોકોને જૂના સંબંધની યાદો પરેશાન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ ઊંઘની ઊણપ અને ચિંતાથી ઊર્જા ઘટશે. ભાવનાત્મક તણાવની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પણ દેખાશે. પોતાને સમય આપો અને વિચારવાયુથી બચો. પૂરતો આરામ, ધ્યાન અને શાંતિપૂર્ણ વાતાવરણ તમારા માટે જરૂરી છે.

લકી કલર: ગ્રે

લકી નંબર: 4


તુલા

Page of Cups

ઘરમાં નરમાઈ, સ્નેહ અને ભાવનાત્મક સંવાદ વધશે. કોઈ બાળકની સિદ્ધિ કે સર્જનાત્મક પ્રયાસથી ખુશી મળશે. પરિવારમાં પ્રેમ અને પોતાનાપણું અનુભવાશે. વડીલો સાથે ભાવનાત્મક જોડાણ અને બાળકો તરફથી આનંદ મળશે. કોઈ ભાવનાત્મક સમાચાર, પ્રસ્તાવ કે ભેટ મળવાની શક્યતા છે. પારિવારિક સંબંધોમાં નમ્રતા જળવાઈ રહેશે. સંબંધીઓ કે મિત્રો સાથે મુલાકાતના સંકેત છે.

કરિયરઃ નવા વિચારો, સર્જનાત્મક પ્રસ્તાવ કે પ્રેરણા મળી શકે છે. કરિયરની શરૂઆત કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે. સહકર્મીઓ સાથે મધુર સંબંધો અને પ્રશંસા મળશે. કલા, ડિઝાઇન, મીડિયા કે કાઉન્સેલિંગ સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. નવી કૌશલ્ય શીખવાનો અવસર મળશે. તમે કામમાં ઉત્સાહ અને ઉત્સુકતા સાથે આગળ વધશો.

લવઃ પ્રેમમાં નરમાઈ અને ભાવનાત્મક શરૂઆતના સંકેત છે. એકલા લોકોને કોઈ નવી વ્યક્તિ સાથે જોડાણ થઈ શકે છે. સાથી તરફથી કોઈ રોમેન્ટિક વાત કે પ્રસ્તાવ મળી શકે છે. પરિણીત લોકોના સંબંધોમાં સ્નેહ અને સમજણ વધશે. પ્રેમમાં માસૂમિયત અને ભાવુકતા જળવાઈ રહેશે. નવા સંબંધોમાં વિશ્વાસ સાથે આગળ વધો.

સ્વાસ્થ્યઃ માનસિક સ્થિતિ શાંત અને સકારાત્મક રહેશે. થાક કે ઊંઘની ઊણપની થોડી સમસ્યા થઈ શકે છે. ભાવનાત્મક અસંતુલન કે મૂડ સ્વિંગથી સાવધ રહો. પાણી સંબંધિત સમસ્યા જેવી કે ત્વચાની એલર્જી કે શરદી-ઉધરસ થઈ શકે છે. હળવું ભોજન, પૂરતું પાણી અને ધ્યાનથી સંતુલન જળવાઈ રહેશે.

લકી કલર: ગુલાબી

લકી નંબર: 6


વૃશ્ચિક

Four of Swords

પરિવારમાં શાંતિ જાળવવાની જરૂર છે. કોઈ સભ્યનું સ્વાસ્થ્ય કે મનોસ્થિતિ ચિંતાનું કારણ બની શકે છે. ઘરના વાતાવરણમાં થોડો થાક કે શાંતિનો અનુભવ થશે. કોઈ જૂના પારિવારિક મુદ્દાથી દૂરી રાખીને આરામની ભાવના રહેશે. વડીલો સાથે સંવાદમાં ધીરજ રાખો. કોઈ યોજના કે નિર્ણય હાલ મુલતવી રાખી શકો છો. એકાંત સમય ઘરમાં મનને શાંતિ આપશે.

કરિયરઃ જૂના કાર્યો પૂર્ણ કરીને થોડી રાહત મળશે. નવી યોજનાઓ પર હાલ વિચાર મુલતવી રાખો. પ્રમોશન કે નવી નોકરી સંબંધિત નિર્ણયોમાં વિલંબ શક્ય છે. કાર્યસ્થળે શાંત રહેવું અને ટકરાવથી બચવું યોગ્ય રહેશે. આરામ અને આત્મવિશ્લેષણની જરૂર અનુભવાશે.

લવઃ સંબંધોમાં થોડું અંતર કે ભાવનાત્મક સ્થિરતાનો સમય છે. સાથી સાથે સંવાદ મર્યાદિત રહી શકે છે. જૂના વિવાદોને ભૂલીને પોતાને સમય આપવો જરૂરી છે. એકલા લોકો જૂના સંબંધોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે. પરિણીત લોકો પરસ્પર શાંતિને સમજદારીથી સંભાળે. ધીરજ અને સમયથી પ્રેમ સંબંધો સુધરશે.

સ્વાસ્થ્યઃ આરામ, ધ્યાન અને શાંતિથી તમને સંતુલન મળશે. અતિશય કામથી બચો. માથાનો દુખાવો, આંખોનો થાક કે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. સ્વયં પર ધ્યાન આપવું જરૂરી છે.

લકી કલર: પીચ

લકી નંબર: 3


ધન

Seven of Cups

પરિવારમાં ઇચ્છાઓ અને યોજનાઓની ભરમાર રહેશે પરંતુ બધી યોજનાઓ વ્યવહારિક નહીં હોય. બાળકો કે કોઈ સભ્યના નિર્ણયો ભ્રમિત કરી શકે છે. કોઈ પ્રસ્તાવ આકર્ષક લાગશે, પરંતુ સંપૂર્ણ માહિતી વિના નિર્ણય ન લો. ઘરમાં કલ્પનાત્મક વાતો થશે, પરંતુ જમીન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. સંબંધીઓ સાથે વાતચીતમાં સ્પષ્ટતા રાખો. કોઈ સપના સંબંધિત ચર્ચા થઈ શકે છે, પરંતુ વધુ ભાવુક ન થાઓ.

કરિયરઃ ઘણા વિકલ્પો સામે આવી શકે છે. નવી નોકરી, પ્રોજેક્ટ કે યોજનાના પ્રસ્તાવ આકર્ષક હશે, પરંતુ દરેક વિકલ્પ સાચો નહીં હોય. નિર્ણય લેતા પહેલાં વિચાર-વિમર્શ જરૂરી છે. દિવાસ્વપ્ન જોવા, પરંતુ નક્કર કાર્યવાહી જરૂરી છે. સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પ્રેરણા મળી શકે છે. ભ્રમથી બચીને જ સફળતા શક્ય છે.

લવઃ પ્રેમ સંબંધોમાં અસમંજસ અને કલ્પનાની અતિશયોક્તિ થઈ શકે છે. સાથી સંબંધિત અપેક્ષાઓ ખૂબ વધારે હશે, જેનાથી ભ્રમ વધી શકે છે. એકલા લોકોને ઘણા વિકલ્પો મળી શકે છે પરંતુ બધા વાસ્તવિક નહીં હોય. સંબંધોમાં સ્પષ્ટતા અને વાસ્તવિક વિચારસરણી જરૂરી છે. સંબંધોને સમજવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ મન અને શરીર વચ્ચે તાલમેલ જરૂરી છે. થાક, ધ્યાનની ઊણપ અને ઊંઘ પર અસર થઈ શકે છે. ભાવનાત્મક બેચેનીથી દૂર રહો. એક દિશા પસંદ કરીને નિયમિત દિનચર્યા અપનાવો.

લકી કલર: જાંબલી

લકી નંબર: 2


મકર

The Lovers

પરિવારમાં પ્રેમ, એકતા અને પરસ્પર સમજણનું વાતાવરણ રહેશે. કોઈ મહત્ત્વના નિર્ણયમાં પરિવારનો સહયોગ મળશે. દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે. વડીલોના આશીર્વાદ અને યુવાનોની ભાગીદારીથી કોઈ સામૂહિક નિર્ણય લઈ શકાય છે. બાળકો સંબંધિત ખુશી કે લગ્ન સંબંધિત ચર્ચા શક્ય છે. ઘરના કોઈ સભ્યના સંબંધ કે સગાઈની વાત સામે આવી શકે છે. ભાવનાત્મક જોડાણ ગાઢ થશે.

કરિયરઃ બે અવસરો વચ્ચે પસંદગી કરવી પડી શકે છે. ભાગીદારીમાં કામ કરનારા લોકોને લાભ થશે. સહકર્મી કે બૉસ સાથે સારો તાલમેલ રહેશે. નવા પ્રોજેક્ટ કે નોકરીની ઑફર પર વિચાર-વિમર્શ જરૂરી છે. દિલ અને દિમાગ બંનેથી નિર્ણય લો. સામૂહિક પ્રયાસોથી સફળતા શક્ય છે.

લવઃ પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને સમજણ વધશે. સાથી સાથે ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણ અનુભવાશે. એકલા લોકોને સાચો પ્રેમ મળવાની શક્યતા છે. પરિણીત લોકો વચ્ચે વિશ્વાસ અને એકતા મજબૂત થશે. કોઈ ભાવનાત્મક પ્રસ્તાવ કે વચનનું આદાન-પ્રદાન શક્ય છે. પ્રેમમાં સંતુલન અને સમર્પણ દેખાશે.

સ્વાસ્થ્યઃ હોર્મોનલ કે હૃદય સંબંધિત નાની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. માનસિક રીતે પ્રેમ અને ભાવનાત્મક સંતુલનથી રાહત મળશે. પાર્ટનર કે કોઈ પ્રિયજનનો સાથ માનસિક સુખ આપશે. ધ્યાન અને આરામથી સ્વાસ્થ્યમાં સુધારો થશે.

લકી કલર: સફેદ

લકી નંબર: 3


કુંભ

Wheel of Fortune

ઘરમાં અચાનક કંઈક નવું કે અનપેક્ષિત બની શકે છે. કોઈ જૂના વિવાદનો અંત કે કોઈ અટકેલા કામમાં પ્રગતિના સંકેત છે. પરિવારના કોઈ સભ્ય સંબંધિત સુખદ સમાચાર મળી શકે છે. બાળકો કે વડીલો સંબંધિત ચિંતામાં રાહત મળશે. પારિવારિક સંબંધોમાં ફેરફાર શક્ય છે, પરંતુ આ પરિવર્તન સકારાત્મક રહેશે. ભાગ્યના કારણે કોઈ પારિવારિક આયોજન કે મુસાફરીનો યોગ બની શકે છે.

કરિયરઃ પ્રમોશન, નવી નોકરી કે સ્થળાંતરની સૂચના મળી શકે છે. જે લોકો લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા, તેમને આજે સફળતા મળી શકે છે. વિદેશ કે મોટી કંપનીઓ સાથે જોડાયેલી શક્યતાઓ ખૂલી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે, પરંતુ મહેનત જરૂરી રહેશે. કોઈ જૂનો પ્રોજેક્ટ લાભ આપી શકે છે.

લવઃ પ્રેમમાં અનપેક્ષિત વળાંક આવી શકે છે. જૂના સંબંધોની વાપસી કે નવા સંબંધની શરૂઆતનો સંકેત છે. એકલા લોકોને અચાનક કોઈ નવું જોડાણ થઈ શકે છે. પરિણીત લોકોને સંબંધોમાં નવી ઊર્જા અનુભાશે. ભાગ્ય તમારા પ્રેમ જીવનને નવી દિશા આપી શકે છે. સંબંધ હવે આગલા સ્તરે જઈ શકે છે.

સ્વાસ્થ્યઃ અચાનક સુધારો કે ફેરફારથી રાહત મળશે. ખાણીપીણી અને દિનચર્યામાં ધ્યાન રાખવાથી સ્થિરતા આવશે. ભાવનાત્મક તણાવમાંથી બહાર નીકળવાનો સમય છે. ભાગ્ય પણ સ્વાસ્થ્યમાં સંતુલન જાળવવામાં મદદ કરશે.

લકી કલર: કાળો

લકી નંબર: 8


મીન

Queen Of Cups

ઘરમાં નેતૃત્ત્વ અને મજબૂત વિચારોનો પ્રભાવ રહેશે. કોઈ મહિલા સભ્યની ભૂમિકા વિશેષ રહેશે. પરિવારમાં આત્મવિશ્વાસ, ઊર્જા અને સહયોગનું વાતાવરણ બનશે. બાળકો સંબંધિત કોઈ પ્રેરણાદાયી વાત કે સિદ્ધિ મનને ખુશ કરશે. સંબંધોમાં ભાવનાત્મક મજબૂતી અને હૂંફ જળવાઈ રહેશે. કોઈ ઘરેલું આયોજનની રૂપરેખા બની શકે છે. તમારા સૂચનોને ઘરમાં માન્યતા મળશે.

કરિયરઃ કરિયરમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાથી સફળતા મળશે. મહિલા અધિકારીઓ કે સહકર્મીઓનું સમર્થન મળશે. સર્જનાત્મક અને કલાત્મક ક્ષેત્રોમાં વિશેષ પ્રગતિ થશે. કોઈ નવી જવાબદારી કે પ્રોજેક્ટ તમારી તરફ આવી શકે છે. વેપારમાં તમારા વિચારોની પ્રશંસા થશે. તમારી દૃઢતા અને સ્પષ્ટ દૃષ્ટિકોણથી નિર્ણયો પ્રભાવશાળી રહેશે.

લવઃ પ્રેમ સંબંધોમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા રહેશે. સાથી સાથે ખૂલીને લાગણીઓ શેર કરશો. એકલા લોકોને કોઈ આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિ આકર્ષિત કરી શકે છે. પરિણીત લોકો એકબીજાને પ્રેરણા અને હિંમત આપશે. પ્રેમમાં સકારાત્મક ઊર્જા અને પ્રામાણિકતાની ઝલક મળશે. સંબંધોમાં નવીનતા અને તાજગી જળવાઈ રહેશે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સારું રહેશે, ઊર્જા અને આત્મબળ ઊંચું રહેશે. મહિલાઓએ હોર્મોનલ અસંતુલન કે થાકથી સાવધ રહેવું જોઈએ. યોગ, ધ્યાન અને સર્જનાત્મક કાર્યોથી માનસિક શાંતિ જળવાઈ રહેશે. શરીરમાં ગરમી કે સ્કિન સંબંધિત સમસ્યા થઈ શકે છે. સંતુલિત ખાણીપીણીથી તમે પોતાને ચુસ્ત અને આત્મનિર્ભર અનુભવશો.

લકી કલર: કેસરી

લકી નંબર: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *