રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કાલાવડ રોડ પર અસિમ ટાવર પાછળ આવેલા સાંઝા ચૂલા અને સર્વેશ્વર ચોકમાં આવેલા બલી’સ પંજાબી ઢાબામાં ચેકિંગ કરી 27 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો.
મનપાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ, અસિમ ટાવર પાછળ આવેલા “સાંઝા ચૂલા (એક્ઝોટિક ફૂડ) પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ લોટમાં જીવાતવાળો જણાઇ આવતા તેમજ તથા એક્સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્સ-બ્રેડ, પીઝા બેઇઝ વાસી જણાઇ આવતા કુલ મળીને 19 કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં “બલી’’સ પંજાબી ઢાબા’ પેઢીની તપાસ કરતા સ્થળ પર ઉપયોગમાં લેવાતા વાસી બટેટા તથા બાફેલ દાળ સંગ્રહ કરેલ મળી આવતા કુલ મળી 8 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આ બન્ને રેસ્ટોરન્સના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામકૃષ્ણનગર બગીચા સામે આવેલી “જય કૈલાશ નમકીન લી.” અને સાંઝા ચૂલા પાસે આવેલા એલપીએલ કાફેમાં તપાસ કરતા બન્નેને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ એલપીએલ કાફેને નોટિસ અપાઇ હતી. આ ઉપરાંત કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી. તેમજ ચાર સ્થળેથી દૂધ અને સુપરમાર્કેટમાંથી પાપડનો નમૂનો લેવાયો હતો.