અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. અકસ્માત સ્થળેથી અત્યાર સુધીમાં 100 મૃતદેહો મળી આવ્યા છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી. વિમાન બપોરે 1:40 વાગ્યે ક્રેશ થયું હતું. બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.
કીર સ્ટાર્મરે સંસદમાં કહ્યું- “અમદાવાદમાં ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જનારા વિમાનના ક્રેશના દૃશ્યો ભયાનક છે. મને દરેક અપડેટ વિશે જાણ કરવામાં આવી રહી છે. મારી સંવેદના પીડિતો સાથે છે.”
તે જ સમયે, બ્રિટિશ સાંસદ લ્યુસી પોવેલે કહ્યું કે બ્રિટિશ સરકાર એર ઇન્ડિયાના વિમાનમાં સવાર લોકોને ‘તમામ શક્ય મદદ’ પૂરી પાડશે. સંસદમાં બોલતા, પોવેલે કહ્યું કે ઘણા પરિવારો એવા છે જે તેમના પ્રિયજનોના આવવાની રાહ જોઈ રહ્યા છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. અમે તે બધા પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.