ATP નિવૃત્ત થતાં અનેક પ્લાનની મંજૂરી-કમ્પ્લીશન અટકી ગયા

રાજકોટ શહેરના વોર્ડ નં.13, 14 અને 17માં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે કાર્યરત અર્જુનભાઇ પટેલ ગત તા.31-3-2025ના રોજ વય નિવૃત્ત થયા બાદ તેમની જગ્યા આજદિન સુધી ખાલી હોય સેન્ટ્રલ રાજકોટમાં સેંકડો પ્લાન, કમ્પ્લીશન અને ઇમ્પેક્ટ ફી સ્કીમ હેઠળની અરજીઓ અંગેના નિર્ણયો અટકી પડ્યાની ફરિયાદો ઊઠી છે.

આ મુદ્દે રાજકોટના એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સે મનપા કમિશનર સુમેરાને એટીપીની તત્કાલ નિમણૂક માટે લેખિત રજૂઆત કરાઇ છે. જેમાં વોર્ડ નં.13, 14 અને 17નું કાર્યક્ષેત્ર સંભાળતા એટીપી ઘણા સમયથી વય નિવૃત્ત થયા હોય જે બાબતે ટાઉન પ્લાનિંગ ઓફિસરના ધ્યાન પર છે. આ જગ્યા ખાલી હોય તાત્કાલિક આ જગ્યાએ કોઇ સારા કડક અધિકારીની નિમણૂક કરશો. આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર નયનાબેન પેઢડિયા, શહેરી વિકાસ ‌વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર તેમજ સહિતનાને મોકલાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *