અમદાવાદમાં આજે કોરોનાના નવા 169 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલમાં 1,227 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર મેળવનારા કુલ દર્દીમાંથી 96% વૃદ્ધો, બાળકો અને મહિલાઓ છે.

અમદાવાદમાં આજે 159 નવા કેસ નોંધાયા હતા અમદાવાદમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. એક દિવસમાં અમદાવાદ શહેરમાં 159 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે 71 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1260 જેટલા કેસ નોંધાયા છે જેમાં 859 જેટલા કેસો હાલ એક્ટિવ છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં વધતા જતા કેસોને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે જે લોકો ને કોરોનાના લક્ષણો જેવા કે તાવ, ઉધરસ, શરદી અને ખાંસી હોય તેઓએ રથયાત્રામાં જવુ જોઈએ નહી. ખાસ કરીને વૃદ્ધો સગર્ભાવો અને નાના બાળકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *