પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર કેટી પેરીએ તાજેતરમાં સિડનીમાં લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન, એક વ્યક્તિ અચાનક સ્ટેજ પર પહોંચી ગયો, સુરક્ષા ઘેરાને તોડીને તે વ્યક્તિ સિંગર સાથે નાચવા લાગ્યો આ જોઈ કેટી થોડી અસ્વસ્થ થઈ ગઈ, તે પછી સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડવા માટે સંઘર્ષ કરવો પડ્યો.
જે વીડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેટી પેરી સ્ટેજ પર પરફોર્મ કરી રહી છે, ત્યારે અચાનક એક માણસ આવે છે અને તેના ખભા પર હાથ મૂકીને જોરશોરથી કૂદવાનું શરૂ કરે છે. આ જોઈને, કેટી અસ્વસ્થ થઈ જાય છે અને ત્યાંથી દૂર ખસી જાય છે. જો કે, તેમ છતાં છોકરો ત્યાં એકલો નાચવા લાગે છે. કોન્સર્ટ સંભાળી લેતાં કેટી પેરી કહે છે, ‘આવો શો ફરી ક્યારેય નહીં થાય, તેથી તેનો આનંદ માણો.’
આ દરમિયાન, સુરક્ષા ટીમ પણ તે વ્યક્તિને પકડવા માટે સ્ટેજ પર પહોંચી જાય છે. જોકે, છોકરો સુરક્ષાથી બચવા માટે અહીં-ત્યાં દોડવા લાગે છે. આવી સ્થિતિમાં, સુરક્ષા ટીમ તેને ભારે જહેમતથી સ્ટેજ પરથી નીચે લાવે છે. બીજી બાજુ, કેટી પેરી તેના ગીતો ચાલુ રાખે છે.