નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન

વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ સુધારા તરફી રહ્યા સામે આજે ભારતીય શેરબજાર સપ્તાહના બીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ટેરિફ મામલે એક તરફ અમેરિકા ઝુંકવા લાગ્યું હોય એમ ચાઈના સાથે રેર અર્થ મામલે ડિલ વાટાઘાટ ફરી લંડનમાં શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ અમેરિકા હવે ભારત સાથે પણ કૂણું વલણ અપનાવી ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના સંકેત સાથે આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. ગત સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં અપેક્ષાથી વધુ 0.5%નો અને સીઆરઆરમાં 1% ઘટાડો કરવાનો નિર્ણય લેતાં અને સામાન્ય કરતાં ચોમાસું સારૂ રહેવાના અંદાજોએ ફુગાવો પણ અંકુશમાં રહેવાની શકયતાએ આર્થિક વિકાસને વેગ આપવા પર રહેવાની ધારણાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જો કે અંતિમ સેસનમાં ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા તમામ ઉછાળો ધોવાયો હતો અને ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન – અમેરિકા વેપાર કરાર થવાની આશા વચ્ચે આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડતેલના ભાવ પણ તેજી તરફી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *