રાજકોટ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 351 છકડો રીક્ષા ડિટેઇન કરાઈ

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ટ્રેજિક નિયમનું યોગ્ય પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત છેલ્લા 8 દિવસથી શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ખાસ છકડો રીક્ષા અંગે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં છેલ્લા 8 દિવસમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 351 છકડો રીક્ષા ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ડ્રાઇવ આગળ પણ ચાલુ રાખવા ટ્રાફિક શખના ઉચ્ચ અધિકારી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના છકડા ઓવરલોડ તેમજ લાયસન્સ અને PUC વગર ચલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જેના થકી હવા અને અવાજનું પ્રદૂષણ પણ ફેલાઈ શકે છે.

અન્ય બનાવમાં લતાબેન ધીરુભાઈ ખુંટ આજે વહેલી સવારે 6 વાગ્યે પોતાના ઘરે પાણીના ભરેલા ટાંકામાં ડૂબેલી હાલતમાં જોવા મળતા તુરંત તેમને બહાર કાઢી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તપાસી તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ આવી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લતાબેન વહેલી સવારે પોતાના ઘરે આવેલ ભો ટાંકામાં પડી ગયા હતા. આશરે 6 વાગ્યે ઘરના કોઈ સભ્યએ ઊઠીને જોયું તો લતાબેન પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. લતાબેનને સંતાનમાં દીકરો હોવાનું સામે આવ્યું છે. લતાબેનના આકસ્મિક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *