જે ગામ સૌથી વધુ સોલાર લગાવશે તેને 1 કરોડનું ઇનામ!

કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ શહેરો ઉપરાંત, ગામડે ગામડે પણ આ યોજના લોકભોગ્ય બને, તે માટે પ્રોત્સાહક ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા અમલી બનાવી છે. આ સ્પર્ધા 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. 6 માસ દરમિયાન વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે, તે માટે દરેક ગામમાં પ્રવૃત્તિ હાથ ધરાશે. દરેક જિલ્લામાં સૌથી વધુ રૂફટોપ લગાવી વધુમાં વધુ સૌરઊર્જા ઉત્પાદન કરશે, તે વિલેજને રૂ. 1 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે. આ ક્રાઈટેરિયા મુજબ પી.જી.વી.સી.એલ. સર્કલમાં રાજકોટ જિલ્લામાં 27 ગામની નોંધણી સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 244 ગામ વચ્ચે પ્રતિસ્પર્ધા યોજાશે.

સમગ્ર વિશ્વ પોલ્યુશન મુક્ત ગ્રીન એનર્જી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતમાં પી.એમ સૂર્યઘર યોજના, સોલાર રૂફટોપ સહિતની યોજનાઓ કાર્યરત છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સોલાર રૂફટોપ ક્ષેત્રે ભારતમાં પ્રથમ નંબરે છે. રાજ્યએ સોલાર રૂફટોપના કારણે પાંચ હજાર મેગાવોટથી વધુની પ્રોડક્શન ક્ષમતા પ્રાપ્ત કરી ગ્રીન એનર્જી ક્ષેત્રે અન્ય પ્રદેશને પણ રાહ ચીંધી છે. આ સ્પર્ધાના સશક્ત અમલીકરણ દ્વારા ગુજરાતમાં માત્ર શહેરો જ નહીં, પરંતુ નાના ગામો પણ રૂફટોપ સોલારના માધ્યમથી ગ્રીન એનર્જી ઉત્પાદનમાં અગ્રેસર ભૂમિકા ભજવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *