આજથી ગુજરાતની 54 હજાર સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતા જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદનો અભ્યાસનો પ્રથમ દિવસ હોવાથી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને હળવા માહોલ સાથે અભ્યાસ કરાવવામાં આવશે. આ સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓનું કુમ કુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન રાજકોટની એક શાળા કે જ્યાં નવા એડમિશન લેતા વિદ્યાર્થીઓને અનોખી રીતે આવકારવામાં આવ્યા. જેમાં નવા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓના હાથે એક વૃક્ષ વાવવામાં આવ્યું છે. પ્રકૃતિના જતન સાથે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ પણ શીખે તે માટે વૈદિક જ્ઞાન સંસ્કાર યજ્ઞ પણ રાખવામા આવ્યો હતો.

2 મહિનાના લાંબા ઉનાળા વેકેશન બાદ સ્કૂલ શરૂ થઈ છે. શૈક્ષણિક વર્ષ 2025-26ની આજથી શરૂઆત થઈ છે. અમદાવાદની વિવિધ સ્કૂલોમાં આજ સવારથી જ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા છે. લાંબા સમય બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓ મિત્રો અને શિક્ષકોને આજે મળ્યા છે. સવાર પાળીમાં મોટા ભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે. જ્યારે બપોરે પ્રાથમિક માધ્યમની સ્કૂલો શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *