શહેરમાં ઇશ્વરિયા પાર્ક ખાતે ભૂકંપ સંશોધન કેન્દ્ર ખાતેથી રૂ.11,461ની કિંમતનું ભૂકંપ માપવાના મશીનની ચોરી થતા મહેસાણાની કંપનીના ટેક્નિકલ આસિસ્ટન્ટ બિહારીભાઇ રતિભાઇ દરજીએ તા.5-3 ના રોજ ચાેરી થયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરી હતી. દરમિયાન પીએસઆઇ મકરાણી સહિતે સીસીટીવીના આધારે જામનગર રોડ પર મનહરપુરમાં રહેતો અને ભંગારની ફેરી કરતો રણજીત અરજણભાઇ જાખેલિયાને ઉઠાવી લઇ તેની પૂછતાછ કરી હતી.
પોલીસની પૂછતાછમાં રણજીત એક્ટિવા લઇને દિવસે રેકી કરી ચોરી કરતો હોવાનું અને ભૂકંપ સંશોધન કેન્દ્ર પાસેથી પસાર થતા તક મળતા ચોરી કરી અને મશીનને તોડી તેમાંથી કોપર કાઢી ભંગારમાં વેચી દીધાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.