અમદાવાદીએ બનાવેલી સિસ્ટમ ટ્રેનિંગમાં આવતા IPSની હેલ્થ ચકાસશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ હાયપર લેબ દ્વારા ફોર્સ અને એથ્લીટ માટે ફિટનેસ એસેસમેન્ટ કરવામાં આવે છે. નેશનલ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ માટે આવતા IPSનું હેલ્થ ચેકઅપ પણ કરવાની તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ સ્ટાર્ટઅપ અદાવાદી એવા નીલ મહેતાનું છે.

આ અંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નેશનલ સિક્યોરીટી સ્ટાફ ઓફિસર ટુ વાઇસ ચાન્સેલર આદિત્ય પુરોહિત કહે છે કે આ પોલીસ ટેકનોલોજી મિશન ઇન્ડિયાનું એક ઈનિશિએટિવ છે. જેમાં રાજ્ય પોલીસ દળો, સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના નૉમિનેટેડ અધિકારીઓ સિનિયર લેવલના આવેલા છે. જેમને અહીં 40થી વધુ ભારતીય સ્ટાર્ટ અપ કંપનીઓ એમની ટેકનોલોજી આર્મ્સ, એમ્યુનિશન, ડિજિટલ ફોરેન્સિક, ડિજિટલ ઇન્વેસ્ટિગેશન, ડ્રોન અને એન્ટિ ડ્રોન સિસ્ટમ્સ નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ભારતની આંતરિક સુરક્ષાને કેવી રીતે વધારી શકાય. પોલીસ એ એક સ્ટેટ સબ્જેક્ટ છે પણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશને એક એવું પ્લેટફોર્મ પૂરું પડ્યું છે કે જ્યાં દેશની તમામ ફોર્સના લોકો એકસાથે આવી મનોમંથન કરી રાષ્ટ્ર સુરક્ષા માટે કઈ ટેકનોલોજી વાપરી શકાય એ માટે કામ કરશે.

તેઓ આગળ કહે છે, તેમની સાથે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાંથી એડિશનલ સેક્રેટરી પણ આવેલા છે. તેમનો હેતુ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ભારત સરકારના આત્મ નિર્ભર ભારત મિશનને 40 કંપનીઓ દ્વારા સપોર્ટ કરશે અને તેમને સપોર્ટ આપશે જેથી તેમનું એક્સપોર્ટ વધી શકે. દેશમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યાં આટલા રાજ્યોની પોલીસ એક જગ્યાએ આવીને ટેકનોલોજી પર મનોમંથન કરી રહી છે. બે દિવસના આ કાર્યક્રમમાં પોલીસ પાસેથી તેમના ઓન ગ્રાઉન્ડ પ્રોબ્લેમ્સ જાણીને ટેકનોલોજી સોલ્યુશન ડેવલપ કરીને કોમ્યુનિકેશન રડાર મેનેજમેન્ટ સ્પેસ ટેકનોલોજી રિલેટેડ ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.

દેશમાં ગુજરાત પોલીસ ટેકનોલોજી અને સર્વેલન્સમાં એક મહત્વપૂર્ણ રોલ નિભાવી રહી છે. ગુજરાત પોલીસની સિસ્ટમ્સ, કંટ્રોલ રૂમ,ત્રિનેત્રમ અને કોમ્યુનિટી પોલીસિંગનુ એપ્રોચ દેશ માટે ગૌરવની વાત છે. ગુજરાત પોલીસનું મોડલ દેશની અન્ય પોલીસ માટે એક્ઝામ્પલ રૂપ સાબિત થાય છે. અહીં આવેલા દરેક રાજ્યોની પોલીસ એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *