બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારી સસ્પેન્ડ

બેંગલુરુમાં ભાગદોડ કેસમાં સીએમ સિદ્ધારમૈયાએ પોલીસને આરસીબી અને ડીએનએ ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના અધિકારીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, બેંગલુરુ પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર ઉપરાંત, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં એડિશનલ પોલીસ કમિશનર, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, એસીપી, ડીસીપી સેન્ટ્રલ ડિવિઝન, ક્રિકેટ સ્ટેડિયમના ઇન્ચાર્જ, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસરનો સમાવેશ થાય છે.

સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું- આ મામલાની તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ માઇકલ ડી’કુન્હાની અધ્યક્ષતામાં એક સભ્યનું તપાસ પંચ બનાવવામાં આવ્યું છે. કમિશન 30 દિવસમાં તેનો રિપોર્ટ રજૂ કરશે.

આ આરસીબી ઇવેન્ટના આયોજન માટે જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી ડીએનએ, કેએસસીએના અધિકારીઓની ધરપકડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *