રાફેલ જેટનો સૌથી મહત્વનો ભાગ હવે ભારતમાં બનશે

રાફેલ ફાઇટર જેટની મેઇન બોડી હવે હૈદરાબાદમાં બનાવવામાં આવશે. તેને ફ્યુઝલેજ કહેવામાં આવે છે. ભારતની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)એ આ માટે ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન સાથે ચાર ઉત્પાદન ટ્રાન્સફર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

રાફેલનું પહેલું ફ્યુઝલેજ યુનિટ 2028માં એસેમ્બલી લાઇનમાંથી બહાર આવશે. હૈદરાબાદમાં બની રહેલા ઉત્પાદન પ્લાન્ટમાં દર મહિને બે સંપૂર્ણ મુખ્ય બોડીનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. ટાટા અને દસોલ્ટ વચ્ચેની આ ભાગીદારી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધારશે.

દસોલ્ટે કહ્યું કે આ પ્રોજેક્ટ ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સહયોગમાં એક મોટું પગલું છે. આનાથી ભારતમાં સંરક્ષણ સાધનો બનાવવાની ક્ષમતા વધશે અને સ્થાનિક એન્જિનિયરોને વિશ્વ કક્ષાની ટેકનોલોજી શીખવાની તક મળશે. આ પહેલી વાર બનશે જ્યારે રાફેલનો મુખ્ય ભાગ ફ્રાન્સની બહાર બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *