મધરહુડ જર્નીનો સુંદર કિસ્સો પણ શેર કર્યો, સોશિયલ મીડિયા પર લોકોએ પ્રેમ વરસાવ્યો

માતા બનવાનો આનંદ દરેક સ્ત્રી માટે અનેરો હોય છે. ત્યારે મોમ ટુ બી કિયારા અડવાણી માટે આ ખુશીને વધુ ખાસ બનાવવા માટે એક્ટ્રેસ આલિયા ભટ્ટે પર્સનલાઇઝ્ડ નોટ સાથે અત્યંત સુંદર ભેટ મોકલી છે. સાથે જ આલિયાએ કિયારાને મધરહુડ જર્નીનો આનંદ માણવા અને આરામ કરવા જણાવ્યું છે.

કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને આ હૃદયસ્પર્શી ક્ષણ શેર કરી છે. તેણે આલિયા ભટ્ટે મોકલેલા તેના ‘એડ-એ-મામા (Ed-a-Mama)’ બ્રાન્ડના હેમ્પરમાં મેટરનિટી પીસ અને એક પર્સનલાઇઝ્ડ નોટ શેર કરીને આલિયાનો આભાર માન્યો છે. કિયારાએ ફોટો સાથે લખ્યું, ‘થેંક્યુ મામા આલિયાભટ્ટ’, સાથે જ તેણે પ્રેમ વરસાવતા ઇમોજી અને હાર્ટ પણ મૂક્યા છે.

આલિયાએ મોકલેલી નોટમાં લખ્યું છે, ‘વ્હાલી કિયારા, તું આ નવા અને અદ્ભુત તબક્કામાં પ્રવેશી રહી છે, ત્યારે હું તને સૌથી મોટું હગ (આલિંગન) મોકલી રહી છું. હું જાણું છું કે આ ચેપ્ટર કેટલું સુંદર અને સુંદર રીતે થકવી નાખનારું હોઈ શકે છે, તેથી મેં Ed-a-Mammaની ખૂબ કાળજી અને પ્રેમથી બનાવેલી આરામદાયક નાની ભેટ એકસાથે મૂકી છે. સારી ઊંઘ લે, આરામ કર અને બધું માણી લે. તું તેને લાયક છો. ઘણો બધો પ્રેમ, આલિયા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *