ધોરાજી સરદાર દૂધ ડેરીમાં ભેળસેળની શંકાના આધારે ફૂડ અને સેફ્ટી વિભાગ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચેકિંગ હાથ ધર્યું હતું.જો કે શંકાસ્પદ કશું હાથ ન લાગ્યાનું જણાવી અમુક સેમ્પલ લેવામાં આવ્યા હતા. ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સરદાર દૂધ ડેરીમાં ભેળસેળની શંકાના આધારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ અને રાજકોટ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સરદાર ડેરી ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકિંગમાં ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ અને એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા, એચ. સી.ગોહિલ, બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી સહિત ટીમ દ્વારા સરદાર દૂધ ડેરી ખાતે તપાસ હાથ ધરાઈ હતી.જેમાં કોઈ વાંધા જનક ચીજ વસ્તુઓ મળી આવી ન હતી. જો કે ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા દૂધ, દહીં, છાશના નમૂના પરિક્ષણ અર્થે સેમ્પલ રૂપે લેવાયા હતા અને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાયા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.