ચોમાસાના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે પાણી પહેલાં પાળ બાંધી લેવાની તૈયારી કરી લીધી છે. ચોમાસાના પગલે રાજકોટ જિલ્લામાં ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે માટે હંગામી મહેકમ પણ ઊભું કરી દેવામાં આવ્યું છે અને 15 મામલતદારની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાવાઝોડું, પૂર અને અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના ભાગરૂપે રાજકોટ સહિત રાજ્યભરમાં ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યના 33 જિલ્લા અને 71 તાલુકામાં ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનો પ્રારંભ કરાયો છે.જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 15 નાયબ મામલતદારની નિમણૂક કરવામાં આવી છે.જે નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે તેઓને ત્યાં ફરજ બજાવવાની રહેશે.