મસ્કને પિતાની સલાહ: થોડો આરામ કરો, ભારતમાં ફરો

ટેસ્લાના CEO ઇલોન મસ્કના પિતા ઇરોલ મસ્ક ભારતમાં છે. આ સમય દરમિયાન એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે તેમના પુત્રને સલાહ આપી અને કહ્યું- ઇલોનને થોડો આરામ કરવો જોઈએ અને ભારતની મુલાકાત લેવી જોઈએ. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે તેમનો પુત્ર 53 વર્ષનો છે, પરંતુ તે ઊર્જા અને ઉત્સાહમાં 30 વર્ષના યુવાન જેવો છે.

ઇલોન મસ્કે એપ્રિલ 2025માં ભારતની મુલાકાત લેવાની યોજના બનાવી હતી, પરંતુ ટેસ્લામાં તેમની પ્રતિબદ્ધતાઓને કારણે એને મુલતવી રાખી હતી. આ અંગે ઇરોલે કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે તે હજુ સુધી ભારત આવ્યો નથી. જો તે નહીં આવે તો તે તેની મોટી ભૂલ હશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં ટેસ્લા અને સ્ટારલિંક જેવા તેમના વ્યવસાયો માટે અપાર સંભાવનાઓ છે.

તેમણે એવું પણ સૂચન કર્યું કે ઇલોને તેની ન્યૂરાલિંક કંપની પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે બ્રેઇન-કોમ્પ્યુટર ઇન્ટરફેસ પર કામ કરી રહી છે. ઇરોલે કહ્યું.”ન્યૂરાલિંક કરોડરજ્જુને જોડવા, અંધ લોકોને દૃષ્ટિ આપવા અને બહેરાઓને સાંભળવાની ક્ષમતા આપવા જેવાં ક્રાંતિકારી કાર્ય કરી રહી છે. આ ભવિષ્ય નથી, પરંતુ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનવા જઈ રહી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *