માનવીની સુખ પ્રત્યેની તીવ્ર આસક્તિ ખતરનાક બની રહી છે: પદ્મદર્શનવિજયજી

નવસારીના મધુમતી સ્થિત ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી અને મુનિ પ્રેમદર્શનવિજયજી પાવન પધરામણી થઈ હતી. ચિંતામણી પાર્શ્વનાથ દાદાની પ્રતિમા સમગ્ર નવસારીના ભાવુક ભકતોની શ્રદ્ધાનાં કેન્દ્ર સ્થાને છે. રોજ પરમાત્માનો અભિષેક સંગીતની સરગમ સાથે ઢોલનાદ, શંખનાદ, ડફલીનાદ અને ઘંટનાદ દ્વારા થતો હોય છે.

આ પાવન અવસરે પ્રવચન પ્રસાદી પાવઠતાં પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજીએ જણાવ્યું હતું કે, આત્માનું વિસ્મરણ એ મોટો અપરાધ છે. સત્તા, સંપત્તિ, ભોજન, હરવું-ફરવું વગેરે ભૂલાતું નથી પણ જેને યાદ રાખવાનો છે તે આત્મા જ ભૂલી જવાયો છે. માણસ આજે બાહ્યભાવમાં એટલો બધો રાચીને નાચી રહ્યો છે કે આંતરવૈભવ ગાયબ થઈ ગયો છે. બાહ્યવૈભવ આ ભવ પુરતો સીમિત છે. જ્યારે આંતરવૈભવ ભવોભવ સુધી સાથે આવશે. સુખના રાગમાં અને દુઃખના દ્વેષમાં સમગ્ર જીવન પસાર થઈ રહ્યું છે. સુખ એ ખરાબ નથી પણ સુખ પ્રત્યેની તીવ્ર આસક્તિ ખતરનાક છે.

તમામ સાધના અને આરાધનાને ધૂળ ચાટતી કરવાનું કરવાનું કામ સુખાસક્તિ કરે છે. માત્ર સુખ જોઈએ છે એટલું જ નહીં પણ બધું ટીપટોપ જોઈએ છે. નબળું જરાય ચાલે તેમ નથી. જીવનમાં કોઈપણ જાતનું દુઃખ જોઈતું નથી. આવેલા દુઃખને પણ કાઢી મૂકવાનો કારસો ગોઠવવામાં માણસ સતત વ્યસ્ત છે. એક વાત યાદ રાખવા જેવી છે કે, સુખ કરતાં પણ દુ:ખ લાખ દરજ્જે ઘણું સારું છે. સુખના સમયમાં પરમાત્માનુ વિસ્મરણ થઈ જાય છે અને દુઃખના સમયમાં પરમાત્માનું સ્મરણ વિશેષ થાય છે. સુખાસકિત દુર્ગતિનાં દ્વાર તરફ ઘસડીને લઈ જાય છે. સાંપ્રદાયિક ધર્મો ખૂબ વધ્યા, માઇન્ડ સેટ નામનો ધર્મ ઘટ્યો જૈનાચાર્યએ શ્રાવકો સમક્ષ જણાવ્યું હતું કે આજે સાંપ્રદાયિક ધર્મો ખૂબ વધ્યા છે જે સારી વાત છે પણ ‘માઈન્ડસેટ’ નામનો ધર્મ ઘટી રહ્યો છે તે દુઃખદ ઘટના છે. આજનો માણસ ઘણાં બધા ક્ષેત્રે ‘અપસેટ’ થયો છે. પ્રતિકૂળ પરિસ્થિતિના વિષયમાં માણસ અસ્વસ્થ બની રહ્યો છે. સર્વ સ્વીકારભાવ આવે તો જ શાંત અને પ્રસન્ન બની શકાય પ્રભુને તમારું સમગ્ર જીવન સોંપી દો. બેડો પાર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *