રાજકોટમાં ભીમ અગિયારસ પૂર્વે જુગારની મૌસમ ખીલી હોય તેમ ગાંધીગ્રામ,આજી ડેમ અને બી-ડિવિઝન પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી 9 મહિલા સહિત 34 લોકોને પકડી લીધા હતા.જેમાં ત્રણ લોકો દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા. પોલીસે જુગાર રમતાં શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂ.54 હજારની રોકડ સહિતની મતા કબજે કરી છે.
સેટેલાઇટ ચોક પાસેના શક્તિ પાર્કમાં કૈલાશભાઇ મુગરા તેની ઇમિટેશનની દુકાનમાં જુગારધામ ચાલવતા હોવાની માહિતીને આધારે બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતો કૈલાશ કિશોરભાઇ મુંગરા, નિલેશ કાનજીભાઇ શંખાવરા, પ્રશાંત રામજીભાઇ, રવિ અમરશીભાઇ દુધાત્રા, સાગર ધીરૂભાઇ ભાયાણી, યતિન દિનેશભાઇ કાકડિયા, અંકુર જીવરાજભાઇ હાપલિયા અને ધવલ સુખલાલ શિંગાળાની ધરપકડ કરી હતી.
જ્યારે ગાંધીગ્રામ પોલીસે માધાપર ગામે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતો ચંદુ વેલજીભાઇ, સંજય બાબુભાઇ, રમેશ લાલજી, રમેશ બચુભાઇ, મનસુખ બાલાભાઇને પકડી લીધા હતા જ્યારે કલ્પેશ બટુકભાઇ, હીરા વશરામભાઇ, કાળુ રૂપાભાઇ અને સંજય કાળુભાઇ નાસી ગયા હતા. તેમજ ગાંધીગ્રામ પાસેના અવંકા પાર્કમાં મકાનમાં પોલીસે દરોડો પાડી કમળાબેન મુળજીભાઇ હુંબલ, પૂજાબેન હર્ષદભાઇ નારીગરા, ફરજાનાબેન લતીફભાઇ ખત્રી, રીટાબેન કમલેશભાઇ પંડ્યા, જયશ્રીબેન રાજુભાઇ, છાયાબેન રાજેન્દ્રભાઇ જોષી, હર્ષાબેન મહેશભાઇ વૈષ્ણવ, શીતલબેન કાંતિભાઇ ડોડિયા અને રેખાબેન રાજેશભાઇ પરમારની ધરપકડ કરી હતી.