રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઇટમાં પક્ષી અથડાતાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટના (સોમવાર, 2 જૂન) બપોરે 1.14 વાગ્યે બની. TOIના અહેવાલ મુજબ, જ્યારે ફ્લાઇટ રાંચી એરપોર્ટથી થોડે દૂર હતી, ત્યારે જ તેની સાથે ગીધ અથડાયું.
અકસ્માત સમયે વિમાન લગભગ 3 થી 4 હજાર ફૂટની ઊંચાઈ પર હતું. એક ગીધ વિમાન સાથે અથડાયા પછી પાઇલટે વિમાનને 40 મિનિટ સુધી હવામાં રાખવું પડ્યું. આ પછી, રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું. ટક્કરને કારણે વિમાનના આગળના ભાગમાં હોલ પડી ગયો છે. ફ્લાઇટમાં 175 મુસાફરો સવાર હતા, જે બધા સુરક્ષિત છે.
એરપોર્ટ ડિરેક્ટર આરઆર મૌર્યએ જણાવ્યું હતું કે ટક્કર બાદ, પાઇલટે તાત્કાલિક સતર્કતા દાખવી અને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. એન્જિનિયરો વિમાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ ફ્લાઇટ રાંચી પહોંચ્યા પછી કોલકાતા જઈ રહી હતી. હવે તે રાંચીમાં જ ઊભી છે અને તેનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે.