શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ‘ધૂન વેલનેસ’ નામનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. 30 મેના રોજ મુંબઈમાં મીરાએ એક ભવ્ય કાર્યક્રમમાં પોતાની વેલનેસ બ્રાન્ડ લોન્ચ કરી. આ કાર્યક્રમમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. સ્ટાર્સથી ભરપૂર આ કાર્યક્રમ થેરાપીની ઊંચી કિંમતોને કારણે વધારે ચર્ચામાં આવ્યું.
કસ્ટમરને આપવામાં આવતી બધી સેવાઓની યાદી વેલનેસ સેન્ટર ધૂનની વેબસાઇટ પર આપવામાં આવી છે. આયુર્વેદિક થેરાપી, બ્યૂટી થેરાપી, હીલિંગ, ચક્ર સ્કેનિંગ, ક્લીન્ઝ અને રિસેટ કોર્સ, ઉપરાંત ક્રાયોથેરાપી અને રેડ લાઈટ થેરાપી જેવી સુવિધાઓ વેલનેસ સેન્ટર પર પૂરી પાડવામાં આવશે. આ થેરાપીની કિંમતો જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ચોંકી ગયા.
અનોખા વેલનેસ અનુભવો, જેમ કે 90-મિનિટના તુલ્યા સેશન માટેની કિંમત ₹12,500 છે. 60-મિનિટના ઇથેરા ફેશિયલ, જાપાનીઝ લિમ્ફેટિક મસાજની કિંમત ₹12,000 સુધી છે, જ્યારે તણાવ દૂર કરવા માટે 30-મિનિટના EFT (ઈમોશન ફ્રીડમ ટેક્નિક) સેશનની કિંમત ₹10,000 છે.