રાજકોટના રેલનગરમાં સુભાષ ચંદ્રબોઝ ટાઉનશીપમાં રહેતા અને ઘરકામ કરતા દિપ્તીબેન વીજયભાઈ ધનસુખભાઈ વઢવાણા (ઉ.વ.35) એ પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં પતિ વીજયભાઇ, સસરા ધનસુખભાઇ, સાસુ પ્રભાબેન અને દિયર મયુરભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલી છે. જેમાં જણાવ્યું છે કે, મારા લગ્ન 8 વર્ષ પહેલા અમારા સમાજના રીતિરિવાજ મુજબ થયેલ છે અને મારા પરિવારમાં હું તથા મારા પતિ વિજયભાઇ આને મારે સંતાનમાં 2 દીકરા છે, જેમાં સૌથી મોટો જય ઉ.વ.6 તથા નાનો શીવાંશ ઉ.વ.-2નો છે અને મારા સાસુ પ્રભાબેન તથા સસરા ધનસુખભાઈ જેઓ છ મહિના અમારી સાથે તથા છ મહિના મારા દિયર મયુરભાઈ સાથે રહે છે. હાલ મારા સાસુ પ્રભાબેન છેલ્લા 15 દિવસથી અમારી સાથે રહે છે.
ગત તારીખ-30 મેના રોજ સવારે 7.30 વાગ્યા આસપાસ હું મારા ઘરે હતી ત્યારે મારા સાસુ સાથે કામ બાબતે રકઝક થતા મારા સાસુએ મને તથા મારા બંને દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યા. જેથી હું ઘરની બહાર જતી રહી અને થોડી વાર પછી હું મારા પતિ વિજયને ફોન કરી કહ્યું કે, બાએ અમોને ઘરની બહાર કાઢી મૂક્યો છે, જેથી અમો બહાર રોડ પર આવી બેઠેલ છીએ તો મારા પતિએ કહ્યું કે તુ જ ખોટી છે મારા માતા આવુ ન કરે જેનુ મને લાગી આવતા મે રસ્તામાથી ફિનાઇલની બોટલ લઈ હું મારા ઘરે જતી રહી અને બપોરના 12 વાગ્યાની આસપાસ મારા રૂમમાં જાઇ ફીનાઇલના ઘૂંટડા પી લીધા હતા.
બાદમાં મને પેટમાં બળતરા થતા મે મારી જાતે જ 108 ને ફોન કર્યો અને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. લગ્નજીવન દરમ્યાન તેના પતિ, દિયર, સસરા તથા સાસુ અવારનવાર શારિરિક માનસિક ત્રાસ આપતા. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે.