ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. કુખ્યાત આતંકવાદી ઝાકીઉર રહેમાન લખવીનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે પાકિસ્તાનની જેલમાં કેદ રહીને તે કેવી રીતે બાળકનો પિતા બન્યો.
ઓવૈસીએ કહ્યું કે, લખવી સામેનો કેસ પાકિસ્તાનના ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ગ્રે લિસ્ટમાં આવ્યા પછી જ આગળ વધ્યો. તેમણે વિશ્વ સમુદાય અને FATFને અપીલ કરી કે પાકિસ્તાનને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે જેથી તેની પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય.
તમને જણાવી દઈએ કે ઓવૈસી મોદી સરકારના આતંકવાદ વિરોધી સર્વપક્ષીય વિદેશી પ્રતિનિધિમંડળનો ભાગ છે. હાલમાં તેઓ અલ્જેરિયાના પ્રવાસે છે.