જસદણ નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરભરમાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે જસદણ શહેરમાં મુખ્ય નાળાઓ, પેટા નાળાઓ અને ગટરલાઈન તેમજ વોંકળાની સફાઈ કરવામાં આવી રહી છે.
જેમાંથી કચરો, કાંપ અને અન્ય અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારવા અને નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે, તે સુનિશ્ચિત કરવાના હેતુસર જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખની સૂચના મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી છે.