પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી એવી રીતે વાત કરી રહ્યા છે જાણે તેઓ દરેક મહિલાના પતિ હોય. જોકે, હું આ વિશે વાત કરવા માગતી ન હતી પણ તમે મને બોલવા માટે મજબૂર કરી.
હકીકતમાં, ગુરુવારે જ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના અલીપુરદુઆરમાં લગભગ 32 મિનિટનું સંબોધન કર્યું. આમાં તેમણે ઓપરેશન સિંદૂર, પાકિસ્તાન, મમતા સરકારના ભ્રષ્ટાચાર અને કેન્દ્રની નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો.
મમતાએ કહ્યું કે હું પીએમ મોદીને રૂબરૂ ચર્ચા માટે પડકાર ફેંકું છું. કોઈ સ્ક્રિપ્ટ નહીં હોય અને પ્રશ્નોના જવાબ તાત્કાલિક આપવા પડશે. જો તમે ઈચ્છો તો, તમારું પોતાનું ટેલિપ્રોમ્પ્ટર પણ લાવો.
મમતાએ પીએમ મોદીને કહ્યું કે તમે મીડિયાને નિયંત્રિત કરો છો અને રાજસ્થાન, બાંગ્લાદેશ અને અન્ય સ્થળોએ બનેલી ઘટનાઓનો દુરુપયોગ કરો છો. તેઓ બંગાળ વિશે ખોટા સમાચાર ફેલાવતા હતા. દરેક પ્રદર્શન ફક્ત તમારા નામે છે. તમે સેના માટે કોઈ પ્રોજેક્ટ કેમ શરૂ નથી કરતા? તમારે ફક્ત પ્રસિદ્ધિ જોઈએ છે.