દીપિકા પાદુકોણ અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે ‘સ્પિરિટ’ ફિલ્મને કારણે શાબ્દિક લડાઈ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણે ફિલ્મ ‘સ્પિરિટ’ માટે સંદીપ વાંગા સમક્ષ ઘણી માગણીઓ મૂકી હતી, જેમાં 8 કલાકની શિફ્ટ, 20 કરોડ રૂપિયા ફી અને તેલુગુ ભાષામાં ડબિંગ નહીં કરવાની માગણીનો સમાવેશ થાય છે.
એવું માનવામાં આવે છે કે આ કારણે વાંગાએ દીપિકાને બહારનો રસ્તો બતાવ્યો હતો. ઉપરાંત તૃપ્તિ ડિમરીને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવી હતી. હવે દીપિકાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ જૂના વીડિયોમાં દીપિકા એક ઇવેન્ટમાં બેઠેલી જોઈ શકાય છે. આ 2020ની ફિલ્મ ‘છપાક’ ની પ્રેસ-કોન્ફરન્સ છે, જેનું મેનેજમેન્ટ પણ એક્ટ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું નામ પણ આ વિવાદમાં ઘૂસી ગયું છે.
એક જૂના ઈન્ટરવ્યૂમાં દીપિકાને પૂછવામાં આવ્યું કે રણવીર સિંહ તમારા પતિ છે અને તેઓ છપાકના નિર્માતા પણ છે. આના પર એક્ટ્રેસે કહ્યું – ફિલ્મ મારા પોતાના પૈસા પર બનાવવામાં આવી છે. આ કોણે કહ્યું? આ મારી પોતાની મહેનત છે. આ વીડિયો એક્ટ્રેસ તમન્ના ભાટિયાને ખૂબ ગમ્યો, જેના પછી એવું માનવામાં આવતું હતું કે તે વાંગા વિરુદ્ધ દીપિકાના સમર્થનમાં બહાર આવી છે, જોકે તમન્નાએ આ માટે ઇન્સ્ટાગ્રામને દોષી ઠેરવ્યું. તેણે પોતાનો વીડિયો શેર કર્યો, જેમાં તેણે નિરાશ દેખાઈ એવાં ઍક્સ્પ્રેશન આપ્યાં. તેણે એમ પણ લખ્યું- શું ઇન્સ્ટાગ્રામ આ વસ્તુને સરખી કરી દેશે, કારણ કે લોકો એના સમાચાર બનાવી રહ્યા છે અને મારી પાસે કામ છે.